*જંતર વાગે*
✍🏻 *ભવાનીદાસ*
🪕🪕🪕🪕🪕🪕🪕
કોઈ હરિજન હોય તો જાગે,કોઈ પ્રેમી હોય તો જાગે
જંતર વાગે...
બત્રીસ ગમાકા જંતર બનાયા નવસો તાર લગાયા રે
સોળ સહસ્ત્ર રાણીનો રાજા એણે જંતર બજાયા રે
જંતર વાગે..
ઇંગલા પિંગલાં સુખમણા નાડી સહેજ શૂન્યમાં જાગે રે
અધર તખત પર આપ બિરાજે જ્યાં અનહદ વાજા વાગે રે
જંતર વાગે...
વણ તુંબડે વણ ડાંડવે વણતારે ઝણકારા રે
સાંભળ શ્રવણે નીરખ નેણે નિરાધાર આધારા રે
જંતર વાગે...
વનરાવન ની કુંજ ગલીમાં તરવેણી માં બોલે
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ નિજ નામ ને તોલે રે
જંતર વાગે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻