શું એ દિવસ હતો, શું એ રાત હતી શું એ દિવસ રાતની વાત હતી.
10 વાગ્યે સવારને 11 વાગે 2 ચા વાળી મુંજકાની મુલાકાત હતી.
1 વાગે બપોરની જમવાની ચાખણી અને 1.5 એ લેકચરમાં પોંચવાની રેસ હતી.
2 વાગે બપોરની બ્રેક અને એ બ્રેક માં ચાની ત્રીજી ચૂસકી વાળી કેન્ટિંનની મુલાકાત હતી.
2.45 એ બ્રેક પુરી અને 2.44 એ ફરી ડિપાર્ટમેન્ટ એ પોંચાવાની દોડ હતી
2:46 એ ફરી એ જ કંટાળા ભરી લેક્ચરની લાઈન, પણ એ ખબર ન્હોતી કે જીંગદિંને ઉપયોગી એ વાત હતી.
4 વાગ્યે લેક્ચર પૂરોને આખી આઝાદી હતી.
4.5 એ ફરી ચાની ચૂસકી વાળી મુંજકાની ચોથી મુલાકાત હતી.
એ ચાની ચૂસકી જ મિત્રતાની નિશાની અને આઝાદીની ખુશી હતી. એ ચાની ચૂસકી બવ લાંબી અને સાંજ સુધીની 12 મિત્રોની ટોળકી અને ત્રિપુટી 3 ટેબલની શાન હતી.
બસ આજ અમારા ડિપાર્ટમેન્ટની શરૂઆત અને યાદગાર સફર હતી.કારણ કે બધામાં માં મિત્રોનો સાથ અને એ સાથે માં ખુશી અને વિશ્વાસ ની અનલિમિટેડ લીસ્ટ વગરની જિંદગી હતી.
-Journalist UV