શોધે છે
હવામાં અત્તર ની સુગંધ શું ભળી ગઈ!
ચીમળાયેલુ ફુલ પોતાની જાત ને શોધે છે.
ઉમંગો ચાતક બની જાય ત્યારે પ્યાસ બુઝાવવા,
મેઘાડંબર વાદળોને શોધે છે.
કોલાહલ મચાવતા અને આમલી પીપળી રમતાં,
સરી ગયેલો સમય ફળિયાને શોધે છે.
કાગળ પર જિંદગી નો સાર લખવા,
કલમ અર્થસભર શબ્દો શોધે છે.
પિંજરામાંથી પંખી મુક્ત થતાં,
સૌથી પહેલા પોતાની પાંખોને શોધે છે.
તૂટેલા ખિસ્સામાં સપનાઓ ભરી,
ધબકતું હૃદય સુખને શોધે છે.
જીવન-મૃત્યુ વચ્ચે દિવાલ ચણાવા આવી,
ત્યારે જીવ તેમાં બાકોરું શોધે છે.
ઉર્વશી એચ ત્રિવેદી