ગમને ભૂલાવવા મથું છું.
હર્ષને હું લાવવા મથું છું.
શોક ન હોઈ શકે કાયમી,
આનંદ પ્રગટાવવા મથું છું.
નિજાનંદે પરમની સ્મૃતિને,
પીડાઓને વિસારવા મથું છું.
આપ્તજનોનો ભાવ સદાય,
ગ્લાનિને વિદારવા મથું છું.
હર્ષશોક મનની અનુભૂતિ,
નિસ્સારે સાર શોધવા મથું છું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર