સખી મહા તે બદની વાત કોય એક જાણે
જેણે સદગુરૂ મળ્યા સાર રૂપી કોય એક પીશાણે....
સખી નાભી ચક્ર ઘટમા સોહમ ઉઠે જપે અજંપા ના
જાપ તાર નો ટુટે...
સખી પંચ કોસ પર ધામ નીશાન ધારી રે ત્યાં
ધરવુ સુરતા થી ધ્યાન ધીરે ધીરે શ્વાસ ને મારી......સખી મહા તે
સખી ઇગલા પીગલા સાર સુક્ષ્મણા નાડિ રે ત્યાં નુરત સુરત મળિ દોય મનસા ને મારી
સખી હિસે હિંડોળા ખાટ શ્વાસ ઉશ્વસ રે જેના
અંગ મા ઉઠે લહેર જાય પીયુ ની પાસમા રે.....સખી મહા તે પદ
સખી રોમ રોમ તપ પર જપવા લાગયા જ્યારે
સઘળાં ઘટના સોર લાગ્યા સુપવા રે
સખી અરસ પરસ ના કોડ જોયાં પરખી રે
સાત દિપ નવ ખંડ જોયા નીરખી....સખી મહા તે પદ
સખી કયા જેવો નય કાય મારો સોમી એના પુરણ
પામી ભેદ છે અંતર્યામી રે
સખી અલખ નીરજ રૂપ દેખી મન મોહયૂ રે જેણે
ભણે પીર સદરજી નજરે જોયા રે.....સખી મહા તે પદ ની વાત