Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેરામદાસ બાપુની વાણી
✍️✍️✍️✍️✍️✍️
રાગ:કરમન ભજનનો વેપાર

કર્મ ગતિ બળવાન એતો સમજે ચતુર સુજાણ,
કર્મ કોઈ દીન નીચાં નાંખે ને કર્મ બનાવે મહાન
સુખ સમૃદ્ધિ ને સાયબી આપે કર્મ કરે હેરાન,
કર્મ ગતિ,

કર્મ થકી અપ કીર્તિ મળે ને કર્મથી મળે માન જી,
કર્મ માણસ ને મુર્ખ બનાવે ને કર્મ બનાવે વિદ્વાન,
કર્મ ગતિ,

કર્મ અકર્મની કરે કુશળતા ને મેલી માન ગુમાન,જી
એવા નરની આગળ આત્મા એક સમાન રે,
કર્મ ગતિ,

કર્મ વીકર્મ ની કળા જાણીને રાખે નહીં અભીમાન જી,
જીવન જીવવાની જુગતી જાણે ભુલે નહીં એ ભાન, કર્મ ગતિ,

નિત્ય નીમીત ને કામ્ય નીસેદ એ છે શાસ્ત્ર ની સાન જી,
દાસ જેરામ કહે તન મન વાણીનું રાખો સદા ધ્યાન, કર્મ ગતિ બળવાન,
🍁🍁🍁🍁🍁🍁
જય અલખધણી કી 🙏
જય સદગુરૂ દેવ કી 🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111634372
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now