#Sunday_Thinking
"કૃષ્ણના "ક"ની પણ ખબર નથી,
અને વાતો કર્યા કરે છે કૃષ્ણના નામની;
વાત કરે છે છળકપટ અને જુઠાણાની,
એમાં કસમો ખાયા કરે છે ગીતા,બાઈબલ અને કુરાનની;
સત્યના "સત"ની પણ ખબર નથી,
અને સલાહ આપે છે મોટી સત્યની;
કળિયુગમાં જીવીને અપનાવે છે બુધ્ધિ કળિયુગની,
એમાં વચ્ચે ટેક રાખે છે રામ,રહીમ અને અનેકો ભગવાનની;
જુઠાના "ખોટા"ની ખબર છે,
પરંતુ અંધ બને છે બે આંખો ખોલીને;
અહીં ખોટું કરશો તો ચાલશો,
તે વાતને સમર્થન કરે છે મન અને દિલ ખોલીને;
માનવતાની લાગણી ભગવાન સમજે છે,
એટલે જ મારે કરે છે તે બધું જાણીને,
કેમકે,"છોરૂ કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય"તે વાત છે મારા હરિની!"
-જયરાજસિંહ ચાવડા