મનોહર દાસ રચીત પદ..
.........................................
અખંડ બોલે અવિનાશી બાવલીયો.
અખંડ બોલે અવિનાશી.ટેક...
આદ અંત ને મધ્યમાં જોયલ્યો.
ત્રણે કાળનો સાક્ષી.ટેક...
વસ્તુ વસ્તુમાં વ્યાપી રહીયો છે.
એતો સચરાચર છે પ્રકાશી.ટેક...
દેવ દાનવને માનવ માને.
સહુ ધરમ એના ઉપાશી.ટેક...
વેદ સાસ્ત્ર ને કુરાણ પુરાણો.
આખરે અખર જુવો તપાસી.ટેક...
ઘટો ઘટમાં એતો સભર ભરિયો.
એને પાવે કોઈ પ્રેમના પ્યાસી.ટેક...
મનોહર કહે ગુરુ જ્ઞાને ગોતીલ્યો.
ઘટો ઘટ બોલે અવિનાશી.ટેક...
.......................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ.
સાહેબ બંદગી....