દાસીજીવણ સાહેબની વાણી...૩૨
🪕🪕🪕🪕🪕🪕🪕
મુરખે રામભક્તિ નવ જાણી,તેરા દિલમાં દેખ દિવાની
જોને વેદ વિચારીને વાણી, મુરખે....
સંગી તારા સંગ નહિ ચાલે,સગુ કુટુંબ ધણીયાણી
માલ ખજાના મળ્યા નહિ,મુક્યા ધન થાશે ધૂળધાણી
મુરખે...
જનમ ધરી જગદીશ ન જપ્યા,કોક કરમ ની કાણી
સ્વપ્ન બુદ્ધિમાં શુ નર સૂતો રે,પછે દોહિલા લાગશે દાણી
મુરખે...
જન્મ્યા ત્યાંથી મરણા જાણો,એ હી નશા નિરવાણી
પછી લેશે તુને એક પલકમાં રે,પીવા નહિ દીએ પાણી
મુરખે...
હસ્તી ઘોડા સો પણ જાયગા,જાશે રૂપવંતી રાણી
જાશે જગત હરીની ભક્તિ રેસે રે,નિરભે નામ નિશાની
મુરખે...
ભણી ગણીને જે નર ભૂલ્યા,સાવ સીખ થિયા બાણી
પ્રભુના નામની પ્રતિત ન આણી રે,જમરે બાંધ્યા લઈ તાણી
મુરખે...
સ્મરણ કરે તો બહુ સુખ આવે,લેને મેરમજી ને માણી
દાસીજીવણ સંતભીમના ચરણા રે,તમે ભજો એક દ્રષ્ટા આણી
મુરખે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻