Gujarati Quote in Motivational by Rajeshwari Deladia

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભગવાને દરેક ને જોવા માટે આંખો આપી છે.આંખોનું કામ જોવાનું હોય છે.પણ બધાનો જોવાનો નજરિયો અલગ અલગ હોય છે.આ દુનિયામાં દરેકનો વ્યવહાર અલગ હોય છે.પોતે જેવું વિચારે છે એવું જ જોઈ છે.અને જેવું જોઈ છે એવું જ વિચારે છે.

એટલે હંમેશા જુઓ બધુ પણ શુ કરવું છે એ પોતે નક્કી કરો.કેટલીક વાર એવું પણ બને છે કે જે આપણે જોઈએ છીએ એ આપણને ગમતુ જ હોય એવું નથી. ક્યારેક ન ગમતુ પણ જોવું પડે છે.તો આ સમયે મનને મક્કમ રાખો.જેમ કે ક્યારેક પરિસ્થિતિ સામે એવી આવીને ઊભી રહે છે ન ઈચ્છતા હોવા છતા પણ એવું આપણને જોવું પડે છે.

જેમ કે અત્યારે સ્કૂલની ફિઝમાં જે થઈ રહ્યુ છે એ. આપણે દરેક સમજીએ છીએ કે એક નર્સરીમાં અભ્યાસ કરતા બાળકની સ્કુલની ફિઝ આટલી બધી નાં હોય શકે. એ પણ જાણીએ છીએ કે શિક્ષણ ને આજે લોકો એ ધંધો બનાવી દીધો છે.આ બધી સમજણ હોવાં છતાં આવુ નથી જોવું એવું હોવાં છતાં પણ આપણને આ બધુ જોવું જ પડે છે.

જેમ કે હમણાં કોરોના વાઈરસની અસર ચાલી રહી છે એ જોવા આપણી આંખ તૈયાર નથી. તેમ છતાં પણ આપણે એ જોઈ રહ્યાં છીએ અને એટલા લાચાર થઈ ગયા છીએ કે ઈચ્છીએ તો પણ કોઈ ને પણ મદદ કરી શકતા નથી.પણ એ માટે જો થોડી સાવચેતી અને ધીરજ રાખી પગલાં ભરીએ તો આ સમસ્યામાંથી પણ નીકળી શકીશું.

જેમ કે આપણી આંખ એવું જ જોશે કે અરે કોરોનાં ને કારણે વિદેશમાં ઘણાં બધા લોકોની મૃત્યુ થઈ છે. આપણે ત્યાં પણ આવુ જ થયું. જો આપણી આંખો આવુ બધુ જોશે તો આવુ થવાનો ડર આપણને હંમેશા રહેશે જ.એનાથી વિપરીત જો આપણી આંખ આ ઘટના ને સકારાત્મક રીતે લેશે અને ગભરાશે નહી તો સમસ્યાનો હલ થઈ શકશે.

Rajeshwari Deladia

Gujarati Motivational by Rajeshwari Deladia : 111632849
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now