હું મારું સ્વમાન છોડી તને મળવા નહિ આવું,
ક્યારે મળીશું ? એવુ બોલી તને મળવા નહિ આવું.
લોકો કહે છે કે હું બહુ જલ્દી ભૂલી જાવ છું બધું,
હું મારી એ ટેવ છોડી તને મળવા નહિ આવું.
કહે જો તું , તો માથા પર બેસાડવાની તૈયારી છે,
પણ બે હાથ જોડી તને મળવા નહિ આવું.
ને તૂટી ગયો છું,એ ધારણા સૌ કોઈને મનમાં છે,
હવે એ ધારણા તોડી તને મળવા નહિ આવું.
તને જો હોય હરખ મને મળવા નો તો ઠીક છે,
તારા ઘરનું બારણું ખોલી તને મળવા નહિ આવું.
કવિન શાહ
-Kavin Shah