છે જો દરિયા નાં,રહસ્ય જલ છે,
વમળ ઉઠતા,જળ તણા છલ છે.
ભીતરે જો, દાવાનળ બળતો,
દર્દે રડતા વાદળ ,જુઓ અસલ છે.
છે ભર્યા ભંડારો, રત્નાકર માંહી,
કોઇ મરજીવો ,પામે સાચી પલ છે.
ઓટ ભરતી અન્વયે, મનને અસર,
ચંદ્ર ભાનૂ પ્રકાશે,કર્મ માં અમલ છે.
ભાવના વ્હેતી નદી,પર્વતો ના ઋણે,
જલ છે સંસ્કૃતિ, જીવનનું બલ છે.
-મોહનભાઈ આનંદ