કેટલો બધો સમય થઈ ગયો નહીં આપણે મળ્યા તેને...!!
લગભગ 4 થી 5 મહિના જેવો સમય જતો રહ્યો...પણ ઘણો ડિસ્ટર્બ હતો ને હજુ પણ છું. આ કોરોના માં ઘણું બધું ઘણા એ ખોયું જેમાં મેં પણ કંઈક ખોયું અને એ પણ મારું અમૂલ્ય રતન.....મારા પપ્પા....
હા , મેં મારા પપ્પા ખોયા 3 મહિના થઈ ગયા ને આજે ચોથા મહિનાની શરૂઆત...સમય ને જતા વાર નથી લાગતી યાદો વિસરાતા યુગ માંગી લે છે...મારી પાસેથી ઈશ્વરે પપ્પા શબ્દ બોલવાનો અધિકાર જ છીનવી લીધો. હજુ કાઈ એટલો પણ હું જીવનમાં આગળ નહોતો ધપી ગયો કે હું મારું જીવન ખુદ ચલાવી શકું. જે મારો ખભો હતો કે મારો આશરો હતો એ જ છીનવાઈ ગયો...હું આપ બધાને મારુ દુઃખ વ્યક્ત કરી રહ્યો છું એ સાચુ પણ એક સલાહ પણ આપવા માંગુ છું કે તમારું કોઈ પણ નજીક નું વ્યક્તિ હોય તેને સાચવજો સમય વિતાવજો બધું ગૂગલ પર નહીં મળતું...આજનો એ સમય ચાલી રહ્યો છે કે આજે સાથે બેસેલી વ્યક્તિ કાલે નથી રહી એવા સમાચાર પણ મળે...મારી તો દુનિયા જ મારા પપ્પા હતા અને પપ્પા શુ હોય છે આપણા બધા માટે એ તમે બધા સમજી શકો છો...તો પ્લીઝ એક જ રિકવેસ્ટ કરું છું કે જેના જીવવાનું કારણ તમે છો કે તમે જેના માટે જીવો છો તેની સાથે સમય વિતાવો બધું ગૂગલ પર નહિ મળે....ક્યારે તસ્વીર માં સમાય ને ભીત પર લટકી જઈશું કોઈ નહિ જાણતું....તમારા માટે જીવે છે અને તમે જેની માટે જીવો છો એને સમય આપજો...
અંતમાં , ન જાણ્યું જનકીનાથે કાલે સવારે શુ થવાનું છે....પણ મારે સૌથી પહેલા માનસિક સ્વસ્થતા કેળવવી પડશે ...હું જલ્દી જ હાજર થઈશ એક નવા લેખ સાથે...ત્યાં સુધી રજા આપશો...પરિવાર સાથે રહો ...જે તમારા માટે જીવે છે એને સમય આપો..🙏
ધન્યવાદ...