Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🪔 *માનવમણી પ્રકાશ*

*માનવ હિરો હાથ છે,ગુરુ ચરણ જા ઝટ*
*નહિ તો બાજી બગડી જશે,વિખેરી નાખશે વટ*

વેળાસર ચેતિ ને જ્યા સુધી માનવમણી હાથમા છે ત્યા સુધી તેનો સદઉપયોગ કરી લ્યૉ.સદગુરુ ચરણે જતા રહો.કાળ ગમે તયારૅ આવી જશે.અને જે કઇ અકડ વટ છે તે વિખેરી નાખશે.ત્યા કઈ ચાલવાનું નથી.

આ કાયા કાચી માટી ના કુંભ જેવી છે જેમ આકાશ મા વિજળી આવી અચાનક અદ્રશ્ય થૈ જાય છે તેમ અંધારુ થતા વાર નહિ લાગે.માનવમણી નુ અજવાળું ય ઓલ્વાય જશે.કૌઇ બળ બુધ્ધિ કૅ યુક્તિ ત્યા કામ આવશૅ નહિ.માટે નીતિ ધર્મને શહારે મુળ માર્ગ નિ શોધ કરો.આપણે ક્યાથી આવ્યા? કયા જવાનુ ? આપણુ મુળ વતન કયું ? આ જાણવા સદગુરુ શરણું સ્વીકારવું રહ્યુ.

રાત અને દિવશ બૅ કુહાડા છે જે આયુષ્ય રુપી દોર ને કાપે છે.માટે મોહ મા મશગુલ રહી ને સુઇ ન રહેવૂ.આપણે આ જગત ના મુસાફર છીએ.અંહિ કાયમ ના રહીશ થૈ શકવાના નથી.

માટે માનવમણી નો મહિમા જાણી સમય પુરો થતા પહેલા જ પોતાના મુળ વતનમા જવા માટે પુરેપુરી તૈયારી કરી લેવી નહિતર ખુબ પસ્તાવું પડશે.

*( પૂજ્ય બળદેવદાસ બાપા )*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111627675
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now