મનોહર દાસ રચીત પદ..
.........................................
મન તું ફેરી લેને માળા.
તારા ઘાટમાં ફરે એના પારા.
ગુપ્ત માળાના ગુપ્ત મોતી.
શ્વાસો શ્વાસ ફરનારા.ટેક...
ત્રિવેણીના તીરે તુહી તુહી વાગે.
જાલરના જણકારા.
હરદમ હરીની માળા જપતા.
આનંદ હોય અપારા.ટેક...
ગુરુગમ જ્ઞાને ગોતી લેજો.
મનના માપ ભરનારા.
મનોહરદાસને ગુરુ બાવદાસ મળીયા.
સહેજે ફેરવનારા.ટેક...
.......................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ.
સાહેબ બંદગી....