નથી પોઢાવું મારે ધાબળા જોઈ
કે ઓઢાવું મારે કામળા જોઈ
મારે મન ફૂલ ગુલાબી ઠંડીનું ચમકારુ છે માણવું
લહાવો લઉં તાપણાં જોઈ
હૂંફ લૂંટી લઉં આપણા જોઈ
મારે મન તો આ ભવમાં લોકમાન્ય છે થઈ જાવું
નથી લલચાવું મંચુરિયન કે ફાફડા જોઈ
કે નથી પિઘળવું હવે કોઈ બાપડા જોઈ
મારે મન તો ઉંચા વિચારનું બીજ છે રોપાડવું
~ દર્શન_ડાયરી