પ્રકૃતિ નો પાઠ
ઝાકળ નું આછેરું બિંદુ અંતે બાષપ બની ઉડી જાય છે, સમજાય છે પ્રકૃતિ ત્યારે, જયારે વસંત માં સૃષ્ટિ નિખરી જાય છે..... (૧)
વસંત લાગે રાણી જેવી, પૂર્ણતા નાં આરે પાનખર દેખાય છે, કાળા મિંઢોળ વાદળો વચ્ચે પણ વીજળી નાં ઝબકારા થાય છે.... (૨)
વર્ષા થઈને આવે ઘેલી, મોહક સુગંધ સર્વત્ર ફેલાય છે, તરસી જમીન તૃપ્ત બનીને, સૃષ્ટિ ને ઘણું આપી જાય છે.... (૩)
આહલાદક છે શિયાળાની ઋતુ, જરા શરીર સરખું થાય છે, ખજૂર, અડદ ને ગોળ આરોગી, લાંબુ નિરોગી રહેવાય છે.... (૪)
ધોમધખતો તાપ લાવે ઉનાળો, જયારે ઋતુ ચકૃ બદલાય છે, સમજાવે છે સૂર્ય છે જીવન, નિત્ય સમય જરૂર બદલાય છે.... (૫)
અબોલ જીવ ને મૂંગો દઈને, માનવ ખૂબ ધરાઈ છે, છતાં છોડે નહિ વફાદારી ચોપગું, આમ જ તો ઈતિહાસ રચાય છે.... (૬)
હું સમજયો કે માનવ છે બુદ્ધિમાન, પણ શિસ્ત ની ખોટ વરતાય છે, પ્રકૃતિ સમજાવે રહો નિયમ માં હરઘડી, પછી જુઓ જીવન કેવું બદલાય છે.... (૭)