રોગથી દૂર રહેવા હસવું જરુરી.
જીવનને પરખવા હસવું જરુરી.
હાસ્ય અનેક રોગોની દવા બને,
ગમ સદાય ભૂલવા હસવું જરુરી.
મનની પ્રસન્નતા એ સુખદાતા છે,
શાંતિને જાળવવા હસવું જરુરી.
દુઃખ ટાળવાની નથી વ્યવસ્થા,
હળવાશથી લેવા હસવું જરુરી.
સર્વ સમસ્યાનો ઉકેલ સમય છે,
ધીરજ હૈયે ધરવા હસવું જરુરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.