એક વખત મે તેને કહ્યું ચાલ લુકા છુપી રમીએ,
તે પણ બોલી કે ચાલો, રમત આ મજા ની રમીએ,
તેણે કહ્યું, પેલા તું છુપાઈ જા હું તને શોધીશ,
હું બોલ્યો, છુપાઈશ એવો કે તને નહિ જ મળીશ,
જઈ બેઠો હું તેના નયનો માં છુપાઈ જવાને,
તે પણ કરતી રહી પ્રયાસો મને શોધવા ને,
ના મળ્યો આખરે હું તેને જ્યારે,
આંખો માં એ પાણી લાવી બેસી,
ને પાણી નાં પુર ની એ રેલી,
મને આંખો ની બહાર લાવી બેસી,
હવે તે બોલી હું છુપાઉ છું ને વારો છે તારો,
મે પણ કહ્યું કે પ્રિયે, આજ નો દિવસ છે મારો,
જઈ બેઠી છુપાવા ને મારા દિલ ના દર્દ માં,
ને હું શોધતો રહ્યો તેને
મારી ખુશીઓ ની હર એક પળ માં,
ના જ મળી મને એ ક્યાંય, તો
હસતી હસતી આવી મુજ પાસ,
હતી છુપાઈ તારા દર્દ માં,
હતી હું એકદમ જ તુજ પાસ,
મે કહ્યુ તારી હાજરી માં ઓ પ્રિયે,
ક્યાં મારા દર્દ રહે જ છે આસ પાસ,
બસ ખુશીઓ જ તો હોય છે મુજ પાસ.