ઈશ્વર રાખે તેમ રહી જો જો,
શ્યામનાં દિલમાં રહી જો જો.
રાધારાણી બની ભક્તિ કરી જો જો,
કાનુડા વિના એકલા રહી જો જો.
વૃંદાવન મૂકી દ્વારકા આવી તો જો જો,
દ્વારકાધીશની સોનાની નગરીમાં રહી જો જો.
શ્રીકૃષ્ણનાં સખા સુદામા કદીક બની જો જો,
તાંદુલનો પ્રસાદ લઈ સાચા મિત્ર રહી જો જો.
પૂર્ણ પુરુષોત્તમ ત્રિલોક નાથ તમે જ છો,
અઝીઝનાં જગદીશ જનાર્દન રહી જો જો.
ભાટી એન અઝીઝ