સાહેબ હવે સાચો સંબંધ મળતો નથી
Mood off statusમાં લખીએ એટલે આખા ગામની સહાનુભૂતિ તો મળે છે
પણ દુઃખમાં હવે એ સાચા ભાઈબંધનો ખભો મળતો નથી
સાહેબ હવે સાચો સંબંધ મળતો નથી
ઘરમાં રહે બધા સાથે જ છે પણ વાતો થતી નથી
હવે સાંજે સુતા પહેલા એ રાજા રાણીની વાર્તા સાંભળાવતો દાદીનો અવાજ મળતો નથી
સાહેબ હવે સાચો સંબંધ મળતો નથી
હજારો મિત્રો બની જાય છે હવે ફેસબુક પર
પણ ચાર મિત્રો બેઠા હોય તે વડલો મળતો નથી
Chirag Dhanki