મારી દુનિયા
જ્યાં બધા પ્રેમાળ છે એવો બધાને વ્હેમ જ છે
ઈચ્છા નથી હોતી છતાં પૂછે છે કે કેમ છે?
હું સામે હોવ ત્યારે ચેહરા પર સ્મિત દેખાય છે.
અને મારી પાછળ કંઇક અલગ જ વાતો થાય છે.
જરૂરતના સમયે જ સાચા સંબંધો પરખાય છે.
નહીંતર જ્યાં જોવ ત્યાં સ્વાર્થના ચેહરા જ દેખાય છે.
હું બેઠો જ છું ગમે ત્યારે કેજે ને એવું કહે છે.
અને એ વ્યક્તિ હંમેશા બેઠો જ રહે છે.
આ એવી દુનિયા છે જ્યાં પારકા તમને તારે છે.
અને તમારા પોતાના જ તમને મારે છે.
પેલા લાગતું કે આ દુનિયા જ સ્વર્ગ છે
પણ હવે લાગે છે ના કંઇક અલગ જ છે
-Chirag Dhanki