કોણે કીધું જગતમાં હયાત છે ઈશ્વર ,
પડે જો દુઃખ તો ક્યાંય વર્તાય છે ઈશ્વર.
બણંગા ફુંકવાનુ બંધ કરો સનેહીઓ ,
ઉખડી જાય ખાલ તો દેખાય છે ઈશ્વર.
અમે તો કર્યા પારખા વતે ઓછે ઘણા,
ઉતરે આબરૂ પણ પડઘાય છે ઈશ્વર?
મૂઠીભર દુઃખ છાબડીમાં ભેગુ કર્યું છે,
શ્રીફળ ભાંગ્યા કૈક અવાય છે ઈશ્વર?
નાસ્તિકો વધે છે તારી હોળી કરવા કાજ,
ભીખમાં પણ ક્યાં ચીતરાય છે ઈશ્વર!
#મેહુલ સોલંકી