કહેવાય છે કે કેટલાંકને ડર છે કે ભગવાન જુએ છે અને કેટલાકને વિશ્વાસ છે કે ભગવાન જુએ છે.
પણ જેને ખબર છે કે ભગવાન જુએ છે તે છતાં પણ ડર્યા વગર ખોટા કામો કરે છે એનું શું કરવું? ભ્રષ્ટાચાર તો ખૂબ જ સરસ ફુલ્યો ફાલ્યો છે. કોઈનું નાની નાની વાતમાં ખૂન કરી નાખવું એ તો જાણે રમતવાત બની ગઈ છે. તો શું જે સામાન્ય માણસ છે એણે શાંતિથી જીવવા માટે કોઈ અપેક્ષા જ ન રાખવી? એણે આખી જીંદગી શું ગભરાતા ગભરાતા જ જીવવાની?
આશા રાખું કે પરિસ્થિતી થોડી સુધરે.