એક ખભો જે હૂંફ આપે, એ છે માતાનો ખભો.
એક ખભો જે વ્હાલ આપે, એ છે વડીલોનો ખભો.
એક ખભો જે હિંમત આપે, એ છે મિત્રનો ખભો.
એક ખભો જે સાથ આપે, એ છે બહેનનો ખભો.
એક ખભો જે રક્ષણ આપે, એ છે ભાઈનો ખભો.
એક ખભો જે પ્રેરણા આપે, એ છે પ્રત્યક્ષ કે પરોક્ષ
શિક્ષકનો ખભો.
અને
એક ખભો જે આ બધુ જ આપે પણ ક્યારેય કોઈની નજરે નથી ચડતું કે કોઈનાં ધ્યાનમાં નથી આવતું એ છે એક પિતાનો ખભો.
એક માતા રડે છે, વ્હાલ કરે છે, એટલે એનો પ્રેમ નજરે ચડે છે. બાળક માંદું હોય ત્યારે આખી રાત ઉજાગરા મા જ કરતી હોય છે. પિતા ઊંઘી જાય છે.
શું આનો મતલબ એ થયો કે પિતાને પોતાનાં બાળકની કંઈ પડી જ નહીં હોય? કોઈ યે સમજવા કેમ તૈયાર નથી કે એક મા બીજા દિવસે પણ ઘરમાં જ હોય છે, (જો એ ગૃહિણી હોય તો), જ્યારે પિતાએ તો નોકરીએ પણ જવાનું હોય છે. જો ત્યાં એને પહોંચવામાં મોડું થાય કે વારે ઘડીએ રજા લેવાનું થાય તો કદાચ નોકરી ગુમાવવાનો વારો આવે. એટલે પણ એણે નિષ્ઠુર બનીને સૂવા જવું પડે.
આનો અર્થ એ નથી કે પિતાને કોઈ લાગણી નથી કે એને બાળકની કંઈ પડી નથી. હકીકત એ છે કે પિતાની મજબૂરી સમજવા કોઈ તૈયાર જ નથી. એ તો ત્યારે જ સમજાય જ્યારે પોતે પણ આ જ પરિસ્થિતીમાં હોય. પણ બહુ મોડું થઈ ગયું હોય છે. એ સમયે પિતાની માફી માંગવા સિવાય બીજું કંઈ બચતુ નથી.
#પિતા