ગાંધીજીએ એ પાપ કર્યું હતું અને કહ્યું હતું કે રામ અને કૃષ્ણ જેવી કોઈ વ્યક્તિ ભૂતકાળમાં થઈ નથી. સાથે જ તેઓએ પોતાની લાક્ષણિક એવી ચતુરાઈથી ઉમેર્યું હતું કે ભવિષ્યમાં કોઈ રામ કે કૃષ્ણ થાય એ માટે આદર્શ સ્થાપિત કરવા માટે વ્યાસવાલ્મિકી જેવા મહાન કવિઓએ પોતાના ગ્રંથોની રચના કરી છે.