અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી ગઈ. યુવાન થયા એટલે બધાની રોકટોકમાંથી આઝાદી મળી ગઈ. નોકરી કરતાં થયાં એટલે ખર્ચ પર કાબુ રાખવાની બાબતથી આઝાદી મળી. પણ શું માનસિક આઝાદી મળી? ના. આજેય વ્યક્તિ ગમે એટલું કમાઈ લે કે ગમે એટલી ઊંચી પોસ્ટ પર નોકરી કરે પોતાનાં મનમાં આવતાં વિચારોને રોકી શકતો નથી. મોટાભાગનાં લોકો આજે પણ નકારાત્મક વિચારોથી આઝાદી મેળવી શક્યા નથી. અને ક્યાંથી મેળવે? આપણી સમાજ વ્યવસ્થા જ એવી છે! ગમે એટલું કમાઈએ પણ જો આપણી કમાણી અનુરૂપ વ્યવહાર ન કર્યો તો કંજૂસમાં ખપી જઈએ અને વધારે કરીએ તો, 'આ તો દેખાડો કરે છે' એવું સાંભળવા મળે.
સ્વાભાવિક છે વ્યક્તિ વિચારોનાં બંધનમાંથી આઝાદી ન જ મેળવે. મનનાં માલિક બનો, ગુલામ નહીં. માનસિક આઝાદી જ સ્વતંત્રતા અપાવશે.
- સ્નેહલ જાની