Gujarati Quote in Blog by Jayrajsinh Chavda

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કોરોના_હવે_ચતુર_બની_ગયો

હાલ કોરોના ફરીથી લોકડાઊન તરફ લઈ જાય છે અને તેની થોડી અસરો ઘણા શહેરોમાં જોવા પણ મળે છે.પરંતુ આ બધા વચ્ચે વિચારો કે ચૂંટણી અને તહેવારોમાં તથા ઘણા સરકારી લોકાર્પણના કાર્યક્રમો થયા ત્યારે એકપણ શહેરમાં કોરોનાના વધુ વધતાં કેસો કોઈ પણ સમાચારમાં નહોતા આવતાં અને સરકારી અધિકારીઓ ખુલ્લેઆમ પ્રવચનો તથા ચૂંટણી પ્રચાર કરતાં હતાં.પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ અને દિવાળીના દિવસો ગયા કે કોરોનાનો કહેર વધવા લાગ્યો?

સાહેબ હવે લાગે છે કોરોના ફેલાશે નહિ તો પણ તેના ફેલાવાના નાટકો રચીને દેશની પબ્લિકને હેરાન કરવામાં આવશે બસ આ જ બાબત પર હું થોડી પંક્તિઓ દેશની તમામ જાગૃત જનતાના સપોર્ટમાં સમર્પિત કરું છું:-

કોરોના પણ હવે ચતુર બન્યો,
કેમકે તેને હવે કંઈક અલગ રંગ છે લાગ્યો;

રાજનીતિઓની રેલીઓમાં તે ખોવાયો,
અને મતગણતરી પછી તે પાછો દેખાયો,
કોરોના પણ હવે ચતુર બન્યો;

તહેવારોના રંગે તે સફેદ રંગે રંગાઈ ગયો,
પરંતુ તહેવાર પછી જ તે કાળા રંગમાં આવ્યો,
કોરોના પણ હવે ચતુર બન્યો;

ચૂંટણી અને લોકાર્પણના કાર્યક્રમોમાં તે છુપાઈ ગયો,
પછી પાછો અચાનક તે પબ્લિકની વચ્ચે ફરવા લાગ્યો,
કોરોના પણ હવે ચતુર બન્યો;

કોને ખબર કોના જાદુથી કોરોના ફેલાતો જ જાય છે,
અહીં તે સરકાર અને રાજકારણનો તો દોસ્ત બનતો જાય છે,
ફક્ત દેશની પબ્લિક માટે જ કોરોના એક કાળ બનતો જાય છે,
કેમકે કોરોના પણ હવે ચતુર બનતો જાય છે;

બધી જનતા બધું સમજે છે,
કોરોનાના નામે અહીં સરકારી સતા ચાલે છે,
ચૂંટણી અને તહેવારોમાં કોરોના છૂપાઈ જાય છે,
તો પછી જનતાના કામધંધા ધમધમતા થયા ત્યારે જ ફરી કેમ આવી જાય છે?,

હવે તેને રૂતુના નામે ફરીથી જનમાવ્યો,
કેમકે કોરોના હવે ચતુર બન્યો નથી તેને ચતુર બનાવવામાં આવ્યો,
છેવટે બધી મારનો બોજો જનતા ઊપર પડવા લાગ્યો,
હે પ્રભુ હવે તો સામું જો આ તે તારો કેવો ન્યાયનો ચમત્કારો?

-જયરાજસિંહ ચાવડા

Gujarati Blog by Jayrajsinh Chavda : 111613939
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now