🙏🏻
મન મેવાસી ને મારી ને મરો
તજૌ ને તાણાવાણ
અંતર ટાળો નેણલે નિહાળો
ઓળખી લ્યૉ એંધાણ
નુરમા નિહાળો રે
કાઇ ઉગે અનુભવ ભાણ
મન આ દેહ રુપી ક્ષેત્રનો સરદાર છે,અને ધણી ન હોવા છતા ધણી થૈ ને બેઠો છે. તેને જ્ઞાન ઘાવથી મારી ક્ષેત્રને મુક્ત કરી,તાણાવાણ મટાડી,અન્તરાઇ ને કાઢી,જ્ઞાન રુપી ચક્ષુ વડે સાચા ધણીને ઓળખી લ્યૉ.તે ઓળખવાની એંધાણી સદગુરુ બતાવે છે કૅ જેનુ નુર રોમૅરોમમા પ્રકાશિ રહેલુ છે તેમા ધ્યાન દ્રષ્ટિ થતા પોતાનામા સ્વાનુભવ રુપી સુર્ય ઉગે.
👏🏻