Gujarati Quote in Good Night by Jigar Joshi

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે,
ઘણા અસંમજસમાં છે કે આ 'ધોખો' છે શું..?
આમ તો ભારતીય કાલ ગણના ખગોળ વિજ્ઞાન પર આધારિત છે. સંપૂર્ણપણે વિજ્ઞાન સંમત છે. સો વર્ષ પછી 3020 માં ક્યારે દિવાળી આવશે એ આજે કહી શકાય. એક હજાર વર્ષ પછી કુંભ મેળો ક્યારે આવશે એ આજે કહી શકાય... એવી તો ઘણી બાબતો છે.
ખેર અત્યારે આ ‘ધોખો’ની વાત કરીએ.
વિક્રમ સંવતનું 'કેલેન્ડર' ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.
સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.
દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
- ‘કૃતિકા' નક્ષત્રથી કારતક માસ,
- ‘મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર,
- -'પુષ્ય'થી પોષ,
- ‘મઘા'થી મહા વગેરે..
આવી જ રીતે 'આસો' માસની અમાવાસ્યા બાદ, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.
ચંદ્રના પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ'માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી એટલેકે ચંદ્રએ વિશ્વાસઘાત (ધોખો...??) કર્યો.
આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય.
પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો 'બફર' દિવસ ગણાય.
જૂના સમયમાં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાની દુકાનના ચોપડા જાળવતાં દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી જેને ધોકો ખરેખર તો ધોખો કરતા આ છે 'ધોકા(ધોખા)' નું રહસ્ય.
હિન્દુ પરંપરા અને ઉત્સવો પાછળ આવા તો અનેક વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા છે. વિશ્વની એક માત્ર ભારતીય સંસ્કૃતિ એવી છે જે સમગ્રપણે વિજ્ઞાન આધારિત છે.
(પૂરક માહિતી-ડો. કૌશિક મહેતા)

Gujarati Good Night by Jigar Joshi : 111610111
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now