જીવન અલગ અલગ ઘટનાઓથી ભરેલું છે.સુખ:દુઃખ,ભવિષ્ય-ભૂતકાળ,ઇચ્છા,ક્રોધ,પેલું મારુ આ તારું એવી કેટ-કેટલી દિવસ દરમિયાન આપણી સાથે ઘટનાઓ ઘટે છે.
જીવન નું કયારે પણ અંતિમ લક્ષ્ય ફિક્સ કરીને એને પામવા એટલી બધી પણ ના મેહનત કરવી કે આપણે આપણી વર્તમાન જિંદગી ને માણવાનું જ ભૂલી જાય. એક પછી એક ઈચ્છા પૂરી કરતી રહેવી જોય આજે મારી પાસે સાઇકલ છે તો મારે ઓડી માટે મેહનત કરવાની એમ નહિ પણ પેહલા મારુતિ માટે મેહનત કરવી .ઈચ્છા નું શુ? એતો દરરોજ બદલાયા કરે પણ એ દરરોજ બદલાતી ઈચ્છા ને પુરી કરવા મેહનત કરવી. એક પછી એક ઈચ્છા પૂરી કરતી રહેવી બસ એક અંતિમ લક્ષ્ય ને પામવા મેહનત ના કરવી પણ જોકે અંતિમ જેવું કંઈ છે જ નહીં કાલે શું થવાનું છે? એતો કોઈને પણ ખબર નથી એટલે જ બસ જિંદગી ને મોજ થી જીવવા ની બસ નાની નાની ઈચ્છા ને પુરી કરવા હસતા મુખે મેહનત કરવી.
જિંદગી એટલી પણ સરળ નથી જેટલી આપડે વિચાર કરિયે સુખદુઃખ નો એક જિંદગી નો અમૂલ્ય હિસ્સો છે જો તમે એ દુઃખ ને હસતા મૂકે સ્વીકાર કરો તો જ જિંદગી જીવવાની ની સાચી મજા છે.
બસ છેલ્લે હસતા રહો , મોજ કરતા રહો.