સુખનું સરનામું કમળ પાસે છે,
પ્રજાનું અજવાળું કમળ પાસે છે.
રહી ગયું જે અધૂરું અધકચરું ,
તે બધું આખું કમળ પાસે છે.
છે વિરોધી પક્ષ પાસે વિરહના ગીત,
અને પ્રેમનું ગાણું કમળ પાસે છે.
લૂંટાયો દેશ જે પાર્ટીના પાપે,
તે આખું કુંડાળું કમળ પાસે છે.
ફક્ત છે એક પરિવાર એમની સાથ,
પણ નવ્વાણું પરિવાર કમળ પાસે છે.
કવિન શાહ