તારો અને મારો પ્યાર જગમાં જુદો છે,
આપણી યાદગાર ક્ષણોનો સાર જુદો છે.
આમતો જીવનમાં ઘણું યાદગાર બન્યું છે,
સાથે વિતેલ એક પળનો, પ્રકાર જુદો છે.
હું તને હજી અડવા માંગુ છું કાયમ, કેમ?
કેમકે મારા મનમાં પડેલ વિકાર જુદો છે.
ને આખી રાત એકલો જાગ્યો હું પછી ,
ખબર પડી તારી યાદનો પ્રહાર જુદો છે.
અને માણસ પણ ક્યાં અહીં માણસ છે!
એ પણ અંદર અને બહાર જુદો છે.
જે રીતથી તારી યાદમાં હું બંધાયો છું ,
લાગે મારી ફરતે વીંટાયેલ તાર જુદો છે.
-કવિન શાહ