કિસ્મત ચમકાવી છે! તો ધનતેરસના દિવસે સવારે ઘરના આ ચાર ભાગોની ખાસ કરો સફાઈ
દિવાળી પહેલાં આવતી ધનતેરસનું બહુ મહત્વ છે. આ દિવસે ભગવાન ધન્વન્તરી સાથે-સાથે કુબેરની પણ પૂજા કરવામાં આવે છે. જેમને ધનની સાથે-સાથે સ્વાસ્થ્ય સાથે પણ જોડવામાં આવે છે. ભગવાન ધન્વન્તરીની પૂજાથી કિસ્મત ચમકે છે. ભગવાન ધન્વન્તરીને ખુશ કરવા માટે કેટલાક ભાગોમાં સફાઇનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.દિવાળી પહેલાં તો સફાઇ થાય જ છે, પરંતુ ધનતેરસના દિવસે સવારે ઘરના આ ચાર ભાગોની ખાસ સફાઇ કરવી.
ઘરના ઈશાન કોણ, ઘરના પૂર્વ ભાગ અને ઉત્તર દિશાની ખાસ સફાઈ કરવી. સૌથી મહત્વનો, ઘરની બરાબર મધ્યનો ભાગ. તેને બરાબર સાફ કરવો.ત્યારબાદ એક સ્વચ્છ વાસણમાં ગંગાજળ લેવું અને તેને ઉત્તર દિશામાં છાંટવું અને થોડું તિજોરીમાં જ્યાં ધન રાખતા હોઇએ ત્યાં છાંટવું. આ કુબેરના આગમન માટે સ્વાગતની તૈયારીઓ ગણાય છે. સફાઈ કર્યા બાદ સાવરણીને ક્યારેય એવી જગ્યાએ ન મૂકવી, જ્યાં કોઇની નજર પડે. સાવરણી હંમેશાં સંતાડીને અને લટકાવીને જ રાખવી. સાવરણી ઊભી ટેકવીને મૂકવાથી તે સંપત્તિનો વિનાશ સૂચવે છે. જો તમારા ઘરમાં ફિશ એક્વેરિયમ હોય તો આજના દિવસે તેની સફાઇ અચૂક કરવી.
ધનતેરસના દિવસે સાંજે દિવા જરૂર કરવા અને પછી એક દિવો ઘરના મંદિરમાં, એક તુલસી પાસે, એક માટલા પાસે અને બે દિવા દરવાજા પાસે મૂકવા. ધનતેરસના દિવસે કુબેરની સાથે-સાથે યમદેવના નામે પણ દિવો કરવો. યમનો દિવો લોટમાંથી ચાર મોંઢાવાળો બનાવવો અને તેમાં સરસવનું તેલ ભરી બે દિવેટ એ રીતે મૂકવી કે ચાર બાજુ દિવા થાય. અંદર થોડા કાળા તલ મૂકવા. ઘરના દક્ષિણમાં મૂકી, નારાસડી, મમરા, ફૂલ, કોડી અને પૈસા વગેરેથી દિવાનું પૂજન કરી પ્રગટાવવો. તેનાથી અકાળ મૃત્યુનો ડર દૂર થાય છે.