#કવિતા
મળે જો સમય પુરતો, તો મળજે મને !
યાદ આવે મારી ભુલથી, તો મળજે મને!
બને કંઈક એવું
દિલ દુભાય જ્યારે તારું
તો મળજે મને!
અનંત સમી આપણી સંગતની
અસર સહેજ પણ ઓછી થતી જણાય
તો મળજે મને !
તપતાં આ વિશ્વમાં લાગે જો એકલું
ને હૈયું તારું ટાઢક ઝંખે
તો મળજે મને!
જરીક અણસાર આવે તને
પ્રેમનો અનુભવ ઓછો છે
તો મળજે મને!
સ્વપ્નો કેટલાં સેવું મિલનના હું
હકિકતમાં સાથ આપવાં
તો મળજે મને!
ઓછપ નથી રાખી મેં આપણાં સંબંધમાં
લાગણીની.. તોય "મેહ" ક્યારેક
તો મળજે મને!
-માનસી પટેલ "મેહ"