પ્રીત ની પ્યાસ દિલ માં કાયમ રહી.
મુજ થી ખફા મૌસમી સનમ રહી.
મારી હરકતો હમેશા બેશરમ રહી,
ને એ સંસ્કારી ને નડતી શરમ રહી.
એની આંખો નુ કાજળ હસતુ રહ્યુ,
અહી આંશુ ઓથી આંખો નમ રહી.
એની જિંદગી ને હરપળ ખુશી મળે,
માટે જિંદગી મારી સહેતી ગમ રહી.
વર્તાવ એનો શત્રુતા નો દંભ હતો,
સખી એ સ્નેહી મારી પરમ રહી.
પ્રીત નો અહેસાસ જ્યારે થઈ રહ્યો,
"તૃષાર" ખાવા ની ક્યા કસમ રહી.