Gujarati Quote in Thought by Rajeshwari Deladia

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન વિશે થોડા દિવસ પહેલા જ એક પોસ્ટ મુકી હતી,

નાં બનાવો "મનને" અળખામાણુ હંમેશા

કરાવો લાડ "મનને" વ્હાલ કરી હંમેશા ,

કેમ કે બનાવે એ જીવનને,

ઉત્સાહી એ હંમેશા,

નાં આવવા દે એકલતા એ જીવનમાં....

મનની શાંતિ કઈ રીતે મળે એ આ પોસ્ટ પરથી સમજાય જશે.

જેમ વ્યક્તિની પાંચ આંગળીઓ અલગ અલગ હોય છે.એવી જ રીતે વ્યક્તિ વ્યક્તિ એ મનની શાંતિ પણ અલગ અલગ રીતે પ્રાપ્ત થાય છે.મનની શાંતિ વ્યક્તિ એ વ્યક્તિએ અલગ અલગ રીતે મળતી હોય છે.જેમ કે કોઈક ને સંગીત સાંભળવાથી શાંતિ મળતી હોય,તો કોઈક ને ડાન્સ કરવાથી મળતી હોય.તો વળી કોઈક ને કોઈ ની ઉપર ગુસ્સો કરવાથી પણ એનાં મનને શાંતિ મળતી હોય છે.

કાલે જ આ વિશે એક મિત્ર જોડે વાત થઈ કે મન ને શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય.

ત્યારે મે એ મિત્રને એક જ વાત કહી, મનની શાંતિ ત્યારે મળશે જ્યારે પોતાનામાં દરેક બાબત માટેનો સંતોષ હોય.જો તમને કોઈપણ બાબતમાં સંતોષ ન મળે તો તમારા મનને કયારેય શાંતિ મળતી નથી.

સંતોષ મેળવવા માટે પોતાના મનને પ્રેમ કરવો ખૂબ જ જરૂરી છે.જો મનને અળખામણુ બનાવીશું તો મનને ક્યારેય શાંતિ મળતી નથી.

મનને વધુ સારી રીતે જાણવું હોય તો એ માટે ડો.જીતેન્દ્ર અઢિયા થકી લખાયેલ પુસ્તક "પ્રેરણાનું ઝરણું" વાંચવી ખૂબ જ ઉપયોગી છે.જેમાં એમને એક પેજ પર મન વિશે લખ્યું છે કે,

કોમ્પુટરની ભાષામાં કહીએ તો,

મગજ એટલે હાર્ડવેર અને મન એટલે સોફ્ટવેર.

આજનાં સમય પ્રમાણે જોઈએ તો મનની શાંતિ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે.કેમ કે આજે મનુષ્યમાં સંતોષનો અભાવ જોવા મળે છે.એ ક્યારેય એક વસ્તુ મેળવી ને શાંતિથી બેસતો નથી. જેટલુ એની પાસે હોય એની કરતા હમેશા એ વધુ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે.એને કારણે એ પોતાની પાસે જે છે એની કદર કરવાનું પણ ભૂલી જાય છે.

એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે મનને ક્યારેય પોતાનો સ્વામી ન બનાવવુ.

રાજેશ્વરી

Gujarati Thought by Rajeshwari Deladia : 111605467
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now