મારી વાર્તા હું પોતે જ છું. વાર્તાની પ્રસ્તાવનાં શરૂઆતથી સારી બંધાઈ છે. દરેક વાર્તાનો એક અંત પણ હોય છે અને બોધ પણ હોય છે. મારો અંત કેવો હશે હું નથી જાણતો, ન તો જાણવા માંગુ છું. દરેક વાર્તાની શરૂઆત જો સંઘર્ષથી થતી હોય તો એ વાર્તા ન કહેવાય. વાર્તામાં કદી સંઘર્ષ એકલો નથી હોતો. વાર્તામાં કદી રોમાંસ એકલો પણ નથી હોતો...
બાળકોને વાર્તા સાંભળવું એટલે ગમતું હોય છે કેમ કે એમાં #રસોનો સમાવેશ થતો હોય છે. માતૃભારતી પર ઘણીબધી વાર્તાઓ જોઈ, વાંચી પણ છે પણ સાહિત્યની દ્રષ્ટિએ જોતાં નકારી છે.