Gujarati Quote in Motivational by Raj Soni

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝેર પી ને કેમ જીવાય
મળે જો મહાદેવ પૂછવું છે.
ઝેર ગળામાં કેમ સંઘરાઈ
મળે જો મહાદેવ જાણવું છે.
ગળામાં સાપ કેમ વિંટાય
મળે જો મહાદેવ કહેવું છે.
ઝેર પી ને કેમ હસાય
મળે જો મહાદેવ જાણવું છે.
ચાંદને ભાલે કેમ રાખ્યો
મળે જો મહાદેવ પૂછવું છે.
શાંત છતાં તાંડવ કેમ કરાય
મળે જો મહાદેવ પૂછવું છે.
ભોળો છતાં રુદ્ર કેમ થવાય
મળે જો મહાદેવ જાણવું છે.
દુશ્મનને પણ ગળે કેમ લગાડાય
મળે જો મહાદેવ પૂછવું છે.
જાણવા છતાં ઝેર કેમ પીવાય
મળે જો મહાદેવ પૂછવું છે.
અપમાન દર્દ દુઃખ કેમ ભુલાય
મળે જો મહાદેવ જાણવું છે.
શિવાશ છતાં કેમ હું ભટક્યો
મળે મહાદેવ તો પૂછવું છે.
hpn my creations

Gujarati Motivational by Raj Soni : 111604949
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now