લોન ઉપર લીધેલી
ખુશીઓના હપ્તા
ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !
ના પાડ્યા પછી પણ
પરાણે એક કોળીયો મોઢામાં મૂકી,
કોઈ નજીકનો ખાસ મિત્ર
" ખવાય જશે " એવું કહે...
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !
જ્યારે વર્ષો જુનો મિત્ર
ફોન કરીને કહે કે -
"ચાલને યાર,
એક વાર પાછા 'મળીએ'..."
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !
જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિર માં
એક 'પ્રાર્થના' સાંભળીએ...
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !
બે ટંક અનાજ માટે
ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજા
ની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી
જીવવા જેવી
લાગે છે !
હોસ્પિટલના ખાટલા પર
' મૃત્યુ સામે' તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી
જીવવા જેવી
લાગે છે..
👉 આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર 😅
'સ્મિત' આવી જાય...
ત્યારે મને
મારી જિંદગી
જીવવા જેવી
લાગે છે...
..ચાલ ને જીવી લઈએ
જિંદગી
🌹કારણ...?.?.?.
જિંદગી
જીવવા જેવી જ છે.🌹
🙏🙏🙏
#પ્રેમ
#લાગણી
#સંવેદના