તુૃં ખાલી વાત કર.
ન નિકટ આવ, ન દે મને ચુંબન
તુૃં ખાલી વાત કર.
આ ચાહવા કરવાની વાત રહેવા દે બધી
નથી પાળવા કોઈ બંધન
તુૃં ખાલી વાત કર.
તુૃં બોલતો જા
બોલાવતો જા
ને કર બધી આરતોનું ખનન
તુૃં ખાલી વાત કર.
જો, જ્યાં સુધી હોઈ શકીએ
આમ જ સાથે રહીએ
શક્ય છે કે કંટાળીએ
તો આનંદથી છૂટા પડીએ
ભીના ન થાય નયન
તુૃં ખાલી વાત કર.
તુૃં બસ, ખાલી વાત કર.
અનુ.