જન્મદિન મુબારક
_____________
આજ નાં શુભ દિવસે ગિફ્ટ માં તુજ ને મારો દીકરો આપુ છું,
જીવન ભર હૈયા માં રાખેલો જીગર નો ટુકડો આપુ છું.
એક બીજા નાં સુખ દુઃખ ને ગુંથી લેજો ,એવું વર માંગુ છું,
જીવન માં ટાઢ તડકા સામે પ્રભુ રક્ષણ આપે એવું સન્માન માંગુ છું.
અંધકાર ન આવે જીવન માં એવો તુજ માટે પ્રકાશ માંગુ છું,
સૂરજ જો આથમે પલભર માટે તો ચંદ્ર માં નો સાથ માંગુ છું.
સરીતા કરતા સમંદર મોટો છે છતાં હું નદી નું જળ માંગુ છું,
નફા નુકશાન નો હિસાબ નાં ખપે હવે એવો પ્રેમ માંગુ છું.
ઘર માં પ્રવેશ કરો ત્યારે મહાવીર નું વ્રત માંગુ છું,
ઉંબરો ઓળંગતા ગિરધારી નું ચક્ર માંગુ છું.
જ્યાં જ્યાં પગલાં તમારા પડે ત્યાં તમારી સફળ મંઝિલ માંગુ છું,
જન્મદિન મુબારક તને જીવનભર ખુશ રહો એવી આશિષ આપુ છું.