તારા હૈયાની બેંકમા એકાઉન્ટ ખોલી આપે,
તો થોડી લાગણીઓ credit કરી દૂઉં
તારી આંખોનાં આંસુ ડેબિટ કરી દઉં
તારા નામે જીંદગીની FD મુકી દઉં
બાઉન્સ ના થાય એવો
પ્રેમનો
બેરર ચેક દઇ દઉં
જાણું છું એકાઉન્ટ તારું છે પાકું
એટ્લે જ ખોલાવું છે તારી બેંકમાં ખાતુ
બીજુ તો કાંઇ નહીં
પણ
મૂડી પર વ્યાજ તું આપીશ એ સાચું.
-જીગર બુંદેલા