#દુષ્ટ_માનવ
માઁ તારા રચેલ સંસારમાં,
ભોળાને સતાવી બને તાકાતવાર પળમાં,
આજ પાપ ઊભરાયું છે કોરોના સ્વરૂપમાં,
કેમકે માનવ ફરે છે હવે દુષ્ટના વેશમાં;
કેવો સમય છે નથી રોનક આ નવરાત્રમાં,
અહીં પુણ્ય પણ ભોગવે છે પાપના પ્રતાપમાં,
માઁ તારા રચેલ સંસારમાં,
માનવ ફરે છે હવે દુષ્ટના વેશમાં;
ઘણા હિંમત હારીને બેસ્યા આ જ કાળમાં,
છતાંય માનવ નામનું પ્રાણી છે ઘમંડમાં,
માઁ તારા રચેલ સંસારમાં,
માનવ ફરે છે હવે દુષ્ટના વેશમાં;
અંબા બની આવી દુર્ગા ને કાળકાના રૂપમાં,
માઁએ માર્યો મહિષાસુર માનનવતા સાચવવામાં,
પણ માનવે ફેરવી તેને એક સ્વાર્થમાં,
જો સમજી જાય તો અંબા છે હજુ સાથમાં,
નહિતર જીવવું પડશે ભયાનક સમયમાં!
-જયરાજસિંહ ચાવડા
માઁ બધાને યોગ્ય રસ્તો અને સારી બુધ્ધિ બક્ષે તેવી માઁ ને પ્રાર્થના સાથે બધાને #Happy_Navratri_2020