નવરાત્રી કહે છે...
તમે સદા યુવાન છો
બધામાં સવા છો
દુ:ખાવો કમર કે પગનો
થાક હો આખા દિવસનો
કોઈ ના રોકી શકે
કોઈ ના ટોકી શકે
ગરબે રમવા તનમન તૈયાર
ગરબાના તાલે થવાય સવાર
નવરાત્રી કહે છે...
તમારામાં છે તરવરાટ
રાખશો ના કોઈ ગભરાટ
આરાધનાનું શક્તિ પર્વ
વ્યથા દુઃખનું મુક્તિપર્વ
ગરબા-રાસમાં છે જીવન
પૂજાઅર્ચના શુદ્ધ કરે મન
#navaratri