ઋતુઓમાં ગમતો શિયાળો આવ્યો,
તાજગીનો નાથ શિયાળો આવ્યો....
સ્વેટર, મફલર સંગ ઠંડો પવન લાવ્યો,
ઋતુઓમાં ગમતો શિયાળો આવ્યો,
તાજગીનો નાથ શિયાળો આવ્યો....
પોંક, ઉંધીંયૂ સંગ ઉંબાડ઼િયૂ લાવ્યો,
ઋતુઓમાં ગમતો શિયાળો આવ્યો,
તાજગીનો નાથ શિયાળો આવ્યો....
ખુશનુમા ગુલાબી સવાર લાવ્યો,
ઋતુઓમાં ગમતો શિયાળો આવ્યો,
તાજગીનો નાથ શિયાળો આવ્યો....
વસાણાઓ સંગ લીલોતરી લાવ્યો,
ઋતુઓમાં ગમતો શિયાળો આવ્યો,
તાજગીનો નાથ શિયાળો આવ્યો....
ગુલાબી ઠંડી સંગ પિયુની હૂંફ લાવ્યો,
ઋતુઓમાં ગમતો શિયાળો આવ્યો,
તાજગીનો નાથ શિયાળો આવ્યો....
રાજેશ્વરી
-Rajeshwari Deladia