આવી રૂડી નોરતા ની રાત
હરખ ની છે વાત
પર્વત પરથી ઉતરી આવો ને
હૈયા માં સદા તારો વાસ
હરહંમેશ તારી યાદ
માડી ને દઈએ નોતરાં રે
ગબ્બર ગોખેથી અંબીકા નીસર્યા
ચોક માં કંકુ પગલાં
બ્રહ્માંડ થયા ઝળહળા રે
પાવાગઢ થી કાલીકા નીસર્યા
ચાંપાનેર પધાર્યા
અસુરો હણાઈ ગયા રે
ઘમ્મર ઘમ્મર ઘૂમે છે ગરબો
ગડગડે છે તાળીઓ
ગગને થયો બ્રહ્મનાદ રે
હેમા પંડ્યા
નવરાત્રી કાવ્યોત્સવ