"મા" એ દૂરથી બોલાવી...
રાગ:કોઈ આઘે આઘેથી વેણુ વાય છે
"મા"એ દૂરથી બોલાવી મુંને આજ રે
હું તો દોડી દોડી આવી તારે પારે રે
આવી આવીને જોઉં તને માવડી
તને જોઈ જોઈને આંખ મારી છલકી
હાથમાં પૂજાપો ને હૈયામાં હામ
તારા દશૅન થી ધન્ય ધન્ય થાઉં રે
એક વાર આવે તેની ઈકોતેર પેઢી તરે
એવી માતાનાં લઉં રે ઓવારણાં
માડી નૈનોથી નેહ છલકાવતી
તું તો બાલુડા નેં હૈયામાં રાખતી
માડી! નવે રાત ઘેર ઘેર ઘુમતી
ઘુમી ઘુમીને મંગલ વરસાવતી
"મા" એ દૂરથી બોલાવી મુંને આજ રે
સાદ સુણીને આવી તારે દ્વારે
હું તો દોડી દોડી આવી તારે પારે રે
- Vibhuti.v.dave
#navratri