સ્વાર્થી સંબંધો
મતલબનાં છે સંબંધો
સ્વાર્થના સંબંધો
ફાયદાવાદી આ દુનિયામાં
માત્ર માંગણીના સંબંધો.
શું થશે લાભનો વિચાર
સૌથી પહેલો થાય
પછી જ અહીં તો દોસ્તો
બે હાથ મિલાવાય
વ્યર્થ વ્યવહારો અહીંના ને
ફાયદાવાદી કાયદો
કરીને એક ક્ષણમાં સૌ
ભૂલી જાય વાયદો
આવા કુટિલ છે અહીંના સંબંધો
માત્ર માંગણીના સંબંધો.
કંઈક મેળવવાની આશે
છળ-પ્રપંચો રચાય અહીં
લાગણીઓ સાથે રમત રમી
ભાવના છેતરાય અહીં
સાચા મૂલ માનવના કરીને હેઠાં
આજે સૌ સ્વાર્થી સગપણ ધરી બેઠાં
પ્રેમાળ હૈયાને વીંધતા સંબંધો
માત્ર માંગણીના સંબંધો.
મેળવવાની વાત અહીં તો
ને મળવાની આશ ઘણી
કાંઈ ના મળે એમ લાગે તો
છોડી દે જનમોજનમનો પ્રિત રાશ
પળમાં તૂટી જતાં જનમભરના સગપણો
ઝાલેલા હસ્તો છૂટી જતાં
શરૂ થાય અથડામણો
સાબિત કરતાં માત્ર 'હું સાચો' એવા આ સંબંધો
માત્ર માંગણીના સંબંધો.
પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)
વલસાડ