રાહ તારી જોયા કરું, ખુદની સાથે જૂર્યા કરું..
યાદ આવે જો તારી રોજ રાતે રડયા કરું..
હોવ ખુશ ક્યારેક, તોય અચાનક દુઃખી થયા કરું,
સ્મરણ થઈ જાય ફક્ત નામ તારું તોય એકલી એકલી હસ્યા કરું..
શું કરું શું ન કરું, એ વિચારોમાં જ દિવસો નીકાળ્યા કરું,
તારાથી દૂર રહેવાની કોશીશોમાં જ ખુદને તકલીફ આપ્યા કરું..
વાત કરું કે દૂર જ રહું ? એવું જ વિચાર્યા કરું,પણ હોઈશ તું ઠીક જ ને? એવી ચિંતા કર્યા કરું,
બસ યાદ તને કર્યા કરું, હસ્યા કરું તો ઘણી વાર અમસ્તા જ રડ્યા કરું..
~ રુચિતા ગાબાણી